સાવ કોરી કિતાબ જેવી આ કહાની લાગે છે,
દોસ્ત, તારા વગર જિંદગી અધૂરી લાગે છે.
શ્વાસ ચાલે છે ને ધબકાર પણ છે છાતીમાં,
પણ તું ના હોય તો હર શ્વાસમાં દૂરી લાગે છે.
મહેફિલો ગુંજે છે, લોકો હસે છે ચારે કોર,
એક તારી ગેરહાજરીથી સાંજ સુની લાગે છે.
સુખ હોય કે દુઃખ, કોની પાસે જઈને ઠાલવું?
તારા વિના તો હવે ખુશી પણ મજબૂરી લાગે છે.
જગત આખું ભલેને આવીને ઉભું રહે પડખે,
તું મળે તો જ મારી દુનિયા પૂરી લાગે છે.
-J.A.RAMAVAT