હું તો રાહ જોતો હતો કોયલની,
ના કોઈ કોયલનો અવાજ સંભળાય.
વસંત પંચમીના સ્ટેટસ જોયા,
ઠંડી હવા, બસંત તો સંતાય!
વાતાવરણ સર્જાયું છે એવું,
શિયાળો મોડો જ દેખાય.
બસંતના વધામણાં કર્યા,
આજનો ઉત્સવ જેવો માહોલ.
ઠંડો ઠંડો પવન ફૂંકાયો,
જાણે બરફના કરા જણાય.
કેસરીયા વાઘા પહેરી સૌ,
વસંતને શોધવા નીકળ્યા.
પણ ઠંડીના એ સામ્રાજ્યમાં,
સૂરજ દાદા પણ સંતાયા!
પાનખર હજી યે અડીખમ છે,
ક્યાંય કૂંપળ ના દેખાય.
ગાલ પર અડકે પવન ઠંડો,
જાણે શિયાળો લેતો વિદાય.
ભલે મોડી પડે એ મંજરી,
પણ વસંત તો ચોક્કસ ગીત ગાય.
ગુલમહોર પણ સજશે લાલી,
ને કેસૂડો કરશે કમાલ.
રાહ જોવી પણ છે એક લ્હાવો,
જ્યારે કોયલનો ટહુકો સંભળાય!
- Kaushik Dave