દશા દેખી દેશની બૂરીને હશે એ પસ્તાતા.
ક્યારે સુધરશે સહુ એ વિચારી અકળાતા.
ભૂલ થઈ અપાવી આઝાદી મનમાં મૂંઝાતા,
આવી દેશદાઝમાંને થઈ ગયું રે થાતાં થાતાં.
છે કાચો જઠરાગ્નિ આઝાદી પચાવવા હજુ,
જાળવી શકે આઝાદી નથી દેખાતું કોઈ ગજું.
હશે આજે વલોપાતી અશ્રુધારી ભારતમાતા,
આવી દેશદાઝમાંને થઈ ગયું રે થાતાં થાતાં.
પોતપોતાનું વિચારે દેશની ક્યાં કોઈને પડી!
ખેલખુરશીના ખેલાતા મા ભારતી ખળભળી.
પ્રજા જાય પીસાતી સત્તાધારી ઘીકેળાં ખાતા,
આવી દેશદાઝમાંને થઈ ગયું રે થાતાં થાતાં.
ન્યાય પણ સ્વાર્થ બુનિયાદે આત્મઘાતી કેવા,
શરમ વિના ફાવે તેમ વર્તે ના પ્રજાથી લેવાદેવા.
એળે ગયો અવતાર એનો દેશ દ્રોહી ગણાતા,
આવી દેશદાઝમાંને થઈ ગયું રે થાતાં થાતાં.
ના કરો વલોપાત બાપુ સમય કરશે હિસાબ,
તે દિ' હશે આંકરો એનો નહિ ચાલે રૂઆબ.
ઠોકર ખાઈ સુધરનારને ઉપદેશ ના સમજાતા
આવી દેશદાઝમાંને થઈ ગયું રે થાતાં થાતાં.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.