તને બાદ કરીને જીવવાનું મને નહિ ફાવે.
ખાલી વાદ કરીને જીવવાનું મને નહિ ફાવે.
જરૂરી છે અંતરનું નિચોવાવું ખરાખરી ટાણે,
માત્ર યાદ કરીને જીવવાનું મને નહિ ફાવે.
નથી કોઈ સ્થળ તારા વિના આ જગતમાંહી,
કેવળ સાદ કરીને જીવવાનું મને નહિ ફાવે.
છું માણસ હું તો દીનહીનમાંયે તને નિહાળતો
શાસ્ત્રસંવાદ કરીને જીવવાનું મને નહિ ફાવે.
હરખું છું હરપળ સ્વરૂપ વિવિધ તારાં ભાળી,
સેવામાં પ્રમાદ કરીને જીવવાનું મને નહિ ફાવે.
- ચૈતન્ય જોષી " દીપક " પોરબંદર.