અશ્રુભીની શ્રદ્ધાંજલિ
ઋતુઓ તો નિયમ મુજબ પોતાની હાજરી પુરાવી જાય છે,
ક્યારેક વસંત ખીલે છે, તો ક્યારેક પાનખર આવી જાય છે.
પણ તારા ગયાની આ અણધારી પાનખર રડાવી જાય છે,
ભરબપોરે આયખાનો સૂરજ કેમ આથમી જાય છે?
દુનિયાની નાની રમતોમાં તો હાર-જીત ચાલ્યા કરે,
પણ આ રમત આખી જિંદગી હરાવી જાય છે.
ઈશ્વરની કેવી અકળ લીલા કે ફૂલ ખીલે એ પહેલાં ખરી જાય છે,
તારી વિદાયનો આ ઘા, કાળજાને આજીવન કોરી જાય છે.
ગઈકાલ સુધી જે શ્વાસ હતા, આજે એ ફક્ત યાદ બની ગયા,
જોતજોતામાં તું પળભરનો મહેમાન ને અમે રડતા રહી ગયા.
તું નથી છતાં તારો અહેસાસ હરપળ સાથે રહેશે,
આ શૂન્યતામાં પણ તારું સ્મિત કાયમ ગુંજતું રહેશે.