મિત્રતાની અતૂટ યાદ
વર્ષ બદલાશે, પણ આપણી પ્રીત નહીં બદલાય,
સ્થળ બદલાશે, પણ હૈયાની એ રીત નહીં બદલાય.
ભલે રહ્યો હું દૂર તમારાથી એક-બે વર્ષ માટે,
પણ યાદોની એ જૂની પળો કદી નહીં ભુલાય.
નવા વર્ષના આ ઉંબરે, બસ એક વચન આપું છું,
મિત્ર હતો, મિત્ર છું ને મિત્રતા જિંદગીભર જીવાશે.
નવું વર્ષ તમને મુબારક હો મારા વહાલા મિત્ર,
તમારા હાસ્યમાં જ મારી ખુશીઓ હંમેશા મલકાશે. By
નવું વર્ષ આવે-જાય, યાદો વધતી જ જાય,
"નર" મિત્રતા એવી હો કે સમય પણ શરમાય.