અહીંયા ટીન એજ સંબધી પ્રશ્નો રજૂ કરું છું.. જે તરુણ વય એ પહોચેલા છોકરા છોકરીઓ ના સામાન્ય પ્રશ્નો હોઇ શકે.
(૧) "અમે મિત્રો, પહેલી વાર ગ્રુપ માં બહાર જઈએ છીએ.. વેકેશન માં અમે પહેલી વાર આવું પ્લાનિંગ કર્યું છે. ગ્રુપ માં ૪ છોકરીઓ અને ૩ છોકરાઓ છે. અમારે શું સાવધાની રાખવી જોઈએ"
(જ.) ટીન એજ માં પ્રથમ વખત આવું પ્લાનિંગ કરવું એ ઉત્સાહ ની વાત છે.. પહેલી વખત ગ્રુપ સાથે એકલા ફરવા જવું એક નવો અનુભવ હોય છે. અને આ સમય લગભગ દરેક ના જીવન માં આવે જ છે.. તો તેનો સ્વીકાર કરવો.. અને નીચેની સાવધાનીઓ રાખવી.
(૧) ગ્રુપ ના ૭ વ્યક્તિઓ ની માહિતી દરેક ના મમ્મી પપ્પા ને હોવી જોઈએ. દરેક ના ઘર ના નંબર બધા ના ફોન માં સાચવેલા હોવા જોઈએ.
(૨) તમે જે જગ્યાએ જાવ ,ત્યાંની તમામ માહિતી, તમારો સ્ટે ,તમારો ફરવાનો પ્રોગ્રામ, તમારા ડ્રાઈવર નો નંબર તમારા તેમ જ દરેક ના માં બાપ પાસે હોવો જોઈએ. જરૂરી દવાઓ અને first -aid બોક્સ સાથે રાખવું. હમેશા તમારા સેલ ફોન માં લાઇવ લોકેશન ઓન રાખવું.. અને સમય પર મોબાઈલ ચાર્જ કરવો.
(૩) ગ્રુપ સ્ટે દરમ્યાન પણ કોઈ એ આપેલા ગ્લાસ કે થાળી માંથી કશું જ ખાવું પીવું નહી.. પોતાનો ગ્લાસ તથા થાળી પોતે જ તૈયાર કરવી. રાત્રે હમેશા છોકરા છોકરી નો સ્ટે અલગ અથવા એક યોગ્ય દૂરી પર હોવો અપેક્ષિત છે.
(૪) એકાંત માં એકબીજા ને સ્પર્શ કરવાની, અથવા સેક્સી ટોપિક પર વાત કરવાની ઈચ્છા થવી છોકરા છોકરી બન્ને માટે સ્વભાવિક છે. તમારી મર્યાદા તમારે જાતે જ નક્કી કરવાની હોય છે.
(૫) ગ્રુપ માં પાડેલા ફોટો કે વીડિયો દરેક ના ફોન માં શેર કરવા.. જો એકાંત માં પણ ફોટા પાડેલા હોય તો પણ નજીક ના મિત્ર ના ફોન માં અને માતા અથવા પિતા ના ફોન માં શેર કરવા.. જેથી એ ફોટો કે વીડિયો નો ખોટો ઉપયોગ ન થઈ શકે.
આ સાવધાની રાખવી ફરજિયાત છે...
(૨) મને મારા ક્લાસ માં ભણતો એક છોકરો ગમે છે.. એ મારો ફર્સ્ટ ક્રશ છે.. મારે શું કરવું..?
(જ.) ક્રશ અથવા પ્રથમ વખત આકર્ષણ થવું એ ખૂબ નોર્મલ છે. અને આ એક વ્યક્તિગત ભાવના છે. તમે તમારા મિત્ર ને કહો કે ન કહો એનાથી કોઈ અંતર પડતું નથી.. તમારે ફક્ત આ સમય ને અને આ ભાવના ને માણવાની છે.. તેને ગંભીરતા થી લેવા જશો.. તો સમસ્યા ઊભી થશે.. જો તમે સાચે જ એ છોકરા માટે ગંભીર હોવ અને તેને ભવિષ્ય ના સાથી તરીકે જોતા હોવ; તો પણ તમારે એ છોકરા ને થોડો જાણવો અને સમજવો જોઈએ. તમારે તેની સાથે સહજ મિત્રતા કરવી જોઈએ. અને જો આ પણ શક્ય ન હોય તો તેના ગ્રુપ માંથી શક્ય એટલી જાણકારી લેવી જોઈએ.
(૩) નેનોશિપ અને, સિચ્યુએશનશિપ નો ફરક સમજાવી શકો?
(જ.) નેનોશિપ - આ એક આધુનિક ખૂબ ટૂંકા ગાળા ના સંબંધ નો પ્રકાર છે.. માની લો કે રિધમ નામ નો છોકરો અને સરગમ નામની છોકરી એક સેમિનાર માં એક બીજા ને પ્રથમ વખત મળે છે. એક બીજા સાથે વાતો કરે છે, હસે છે.. અને સારો પસાર કરે છે. બન્ને જણા સેમિનાર પતાવી ને લોંગ ડ્રાઇવ પર જાય છે.. સાથે ડિનર કરે છે.. કેટલીક શારીરિક છૂટછાટ પણ લે છે.. અને રિધમ સરગમ ને ઘરે મૂકી જાય છે.. પણ પછી ક્યારે પણ કોઈ પણ રીતે બન્ને વચ્ચે સંપર્ક કે વાત થતી નથી. બન્ને એક બીજા નો ફોન નંબર પણ આપ લે કરતા નથી.. આ એક નેનોશિપનું ઉદાહરણ છે.
સિચ્યુએશનશિપ: માની લો.. કે રિધમ અને સરગમ નો ઉપર વર્ણવેલ સંબંધ એક અઠવાડિયું ,મહિનો કે છ મહિના સુધી ચાલે છે.. પણ બન્ને માંથી કોઈ પણ ગંભીર નથી.. કે એક બીજા માટે કમિટેડ નથી.. ફક્ત સાથે મળવું .. અને મજા કરવી એમનો ધ્યેય છે.. અને બન્ને એ સાથે મળીને લિમિટ નક્કી કરેલી છે. અને જો કોઈ એક ને ઈચ્છા થાય તો ગમે ત્યારે સંબંધ પૂરો કરી શકે છે.. તો આ એક સિચ્યુએશનશિપ છે