સમયે જે શીખવ્યું એ કોઈ પુસ્તક શીખવી શક્યું નહી
એક ચહેરા પર અનેક ચહેરાને ઉઘાડતા પુસ્તક શીખવી શક્યું નહી
શબ્દોનો ખરો અર્થ શબ્દકોષ શીખવી શક્યું નહી
દરેક શબ્દે શબ્દે નીકળે અલગ અર્થ એવું મગજ સમજી શક્યું નહી
કામ સિવાય કોઈ બોલાવતું નથી એ ભણવામાં આવ્યું જ નહી
દોસ્ત! સ્વાર્થીસબંધો સર્વે વ્યાપેલા એ આ વર્ષ પહેલા શીખ્યું જ નહી.
- ફાલ્ગુની દોસ્ત