શું સારું ? ને શું ખરાબ ?
એ મોટાભાગના લોકોને
સમજાવવાની જરૂર નથી પડતી,
કેમકે એતો સૌ સારી રીતે
જાણે છે કે,
શું હોય એનો સાચો જવાબ
ને એટલેજ તો અમુક લોકો મૌન ધરી
રાખે છે ધીરજ, શાંતિ, અને સંતોષ
બાકી લોકોએ તો મચાવ્યો છે,
જૂઠ, અનીતિ અને પાપનો પ્રકોપ
આ સૌથી પહેલાં એમના અને એમના પરિવાર માટે, અને સાથે-સાથે સમાજ માટે પણ બહુ ખોટું છે.
કારણ કે,
મનુષ્ય જીવન એ ઈશ્વર તરફથી આપણને સૌને મળેલ
એક અમૂલ્ય ભેટ છે,
અને જો એનો સાચો, અને
પૂરો આનંદ આપણે માણવો હોય
તો આ એક વાત હંમેશ માટે યાદ રાખવી કે,
આપણા જીવનમાં કોઈપણ પ્રકારની પ્રગતિના ક્ષેત્રે,
અનિવાર્ય પ્રતિકૂળ સંજોગો વસાત, આગળ વધવામાં ગમે તેટલું મોડું થશે તો એ એકવાર ચાલશે.....
બાકી જો આપણી પ્રગતિ માટે આપણાથી
એકવાર જો કોઈ ખોટો રસ્તો પકડાઈ ગયો તો.....
તો ત્યાંથી જ્યારે આપણે પાછા વળવું પડશે....અને વળવુંજ પડશે ત્યારે..... ત્યારે ખરેખર ઘણું મોડું થઈ જતું હોય છે.
સમજાય એને વંદન અને ના સમજાય એને વિનંતી મારા ભાઈ
🙏👍🙏👍🙏