ક્ષણ:
તમે જે ક્ષણની આતુરતાપૂર્વક રાહ જોતા હોવ એ ક્ષણ અચાનક જ તમારા જીવનમાં આવી જાય તો એની ખુશી કેવી હોય? કદાચ એ ખુશી વ્યક્ત કરવા માટે શબ્દો જ ન મળે! એ વિચાર માત્રથી રોમ રોમમાં આનંદ છવાઈ જાય ને! અદમ્ય ઈચ્છા હોય એ ક્ષણ પામવા મળે ત્યારે દુનિયાની બધી જ ખુશી એક તરફ અને એ પામવા મળેલ ક્ષણ એકતરફ થઈ જાય! અમુક લાગણીઓ વ્યક્ત નથી કરી શકાતી અને જે ક્ષણ ને પામવા તમે વર્ષો સુધી આતુરતાથી રાહ જોઈ હોય એ ક્ષણ વખતે ઉદભવેલ લાગણી ફ્કત અનુભવી શકાય મહેસુસ કરી શકાય પણ શબ્દો દ્વારા રજૂ કરવા શબ્દો ખૂટી પડે!! મારે પણ આજ એવું જ થઈ રહ્યું છે. જે અનુભવ કે અહેસાસ વ્યક્ત કરવો છે એ માટે મારી પાસે કોઈ શબ્દો જ નથી! છતાં કહેવું છે એક વાક્યમાં- વેદના, દરેક જખ્મ, વિરહ અને સતત મનમાં ઉદ્દભવતા દરેક પ્રશ્નો સમય ફરતા જ પળભરમાં જ સુખ, શાંતિ, હરખ અને સંતોષમાં બદલાઈ જાય છે.
શું આપની સાથે પણ આવું થયું છે? અને જો હા તો કોમેન્ટમાં જણાવશો. જય શ્રી રાધે કૃષ્ણ 🙏
- ફાલ્ગુની દોસ્ત