ઇશ્વર ને શોધવામાં જાણે ક્યાંક,માણસ આજે ખોવાયો છે .
કે કેટલાય છે પંથ ને કેટલાય છે પક્ષ,
માણસ એની વચ્ચે આજે અટવાયો છે,
ને આસ્થા ની ડૂબકી સાથે ,
ઇશ્વર ગામે ગામ શોધાયો છે.
કે માનવતા ને નેવે મૂકી કહે સૌ,
મારો જ ઇશ્વર સાચો છે.
ને એક જ ઇશ્વર પર,આજે જાણે સૌ કોઈ નો દાવો છે.
કે શોધે જાણે માણસ,ઇશ્વર ક્યાંક ખોવાયો છે,
ને ના જાણે કે અંતર મહિજ એતો માનવતા માં સમાયો છે
ઇશ્વર ને શોધવામાં જાણે ક્યાંક,માણસ આજે ખોવાયો છે ..
- Jignesh Shah