જીવનસાથી
ઇશ્વરે આપેલી અમૂલ્ય ભેટ એટલે — મારી જીવનસાથી,
જેના નામમાત્રમાં જ ભવે ભવનો સથવારો છે.
મારા તૂટેલા શર્ટના બટનથી લઈને,
મારા તૂટી ગયેલા આત્મવિશ્વાસને પણ સતત જોડતી.
જીવનની પાનખર હોય કે વસંતનું ફૂલવું,
દરેક ક્ષણે મારી સાથે ઉભેલી — મારી જીવનસાથી.
મારા જીવનમાં કસ્તુરીમૃગ તણી સુગંધ પ્રસરાવી,
ઘર-આંગણને હસતાં ચહેરાંથી પ્રફુલ્લિત રાખતી — મારી જીવનસાથી.
મારી હસ્તી માટે પોતાનું સંપૂર્ણ અસ્તિત્વ ન્યોછાવર કરી દેતી,
એવી નિ:શબ્દ, નિઃસ્વાર્થ પ્રેમની મૂર્તિ — મારી જીવનસાથી