એક તું…
મારા ભીતર નો પ્રેમ બસ એક તુજ છે
મારા અંતર આત્મા માં વસેલો એક અહેસાસ છે તું.
તું છે તો સઘળું છે
મારા ખોવાયેલા મનને ને સાચવી રાખતી,
મારી ધડકન માં સમાયેલી બસ તું એક તું છે,
વિખરાઈ જવાય છે આ દુનિયામાં,
મને સમેટી ને રાખતી બસ તું છે,
કહેવા તો બાગ બગીચા ના ફૂલ તો ઘણાં મહેકે છે
પણ મારી આસપાસ દરેક ક્ષણે મહેક તિ બસ તું છે,
મારા પ્રેમ ની પરિભાષા એટલે એટલે તુ.