કોઈની આઘીપાછી કરી તો તમારી વાત છે.
કોઈની સાચી ખોટી કરી તો તમારી વાત છે.
જીવોને જીવવા દ્યો એ કેમ ભૂલી જવાય છે?
અરીસાથી જો દૂરી કરી તો તમારી વાત છે.
સર્વગુણસંપન્ન કોઈ નથી આ જગતમાં કદી,
જો વાત નિરાશાની કહી તો તમારી વાત છે.
દીપથી દીપ પ્રગટાવી અજવાળું કરવાનું છે,
જો વાત સહકારની ભૂલી તો તમારી વાત છે.
કૈંક કરી છૂટવાની તમન્ના સૌમાં હોવી ઘટે ને,
રખે આફતમાં ગયા ડરી તો તમારી વાત છે.
-ચૈતન્ય જોષી. " દીપક" પોરબંદર.