(ગઝલ)"નિરાશામાં વિશ્વાસ"
મત્લા
નિરાશાની આ રાતમા પણ સવાર મળે છે,
દુઃખના આ ઘેરા જખમ પર મલમ મળે છે.
ઝાંખી પડી ગઈ છે જે ક્ષણોની રોશની,
સંસ્મરણોમાં ફરી એ જ્યોત ઝળહળ મળે છે.
સંબંધોની દોરી તૂટે છે ભલે દેહથી,
આત્માના સ્તરે જો તો સાચો ધરમ મળે છે.
જે જાય છે અહીંથી, એ પાછો તો નથી આવતો,
પણ હિંમતથી જીવવામાં મોટો કરમ મળે છે.
શોક તો સ્વાભાવિક છે, આંસુ પણ વહેશે,
પરંતુ એની વચ્ચેથી શાંતિની કિરણ મળે છે.
(મક્તા )
ભલે હોય ગમે તેટલું દુનિયામાં અંધારું,
પ્રેમની સચ્ચાઈમાં દીલાસો "સ્વયમ’ભુ" સતત મળે છે.
અશ્વિન રાઠોડ "સ્વયમ’ભુ'"