અણગમતા ચહેરાથી મારે મુલાકાત નથી કરવી
દૂરી રાખવામાં શાણપણ કોઈ વાત નથી કરવી.
નેવાંના પાણી મોભે ચડાવવા આસાન ના હોય,
ઓળખાયા ધોળા દિવસે હવે રાત નથી કરવી્
હોય મથરાવટી મેલી એના ખુલાસા ન જોઈએ
સ્થળનો નથી બાધ કોઈ હવે ઘાત નથી કરવી.
ગમે છે ગેરહાજરી મને હાજરીના વલોપાતથી
માનવ એ પૂરતું બીજી કોઈ જાત નથી કરવી.
હિસાબ હરિનો હોય હરવખ્ત ન્યાયના કાંટેથી
છું તે છું બસ અંતરે અવનવી ભાત નથી કરવી.
- ચૈતન્ય જોષી "દીપક" પોરબંદર.