મોહ-માયાની જાળ
સંસારની મોહ માયામાં કેવો ફસાયો હું,
આ દેહને 'પોતાનો' કહી કેવો ભ્રમાયો હું.
કંઈ લાવ્યો નહોતો ને કંઈક અહીંથી ન લઈ જઈશ,
છતાંય જમાનાની દોડમાં જો કેવો ઘસાયો હું.
જેને સમજી હતી મે કાયમી દોલત ને આશરો,
એના જ મોહ માં આજે પાયાથી ફસાયો હું.
નથી કોઈ મારું, છતાં પણ બધા સંબંધ બાંધ્યા મેં,
રહી પારકો, બસ પારકાની ગલીમા લલચાયો હું.
આ ઝાકળ સમી ઝિંદગીને સદાયની માની લીધી,
સાચું કહી દઉં, બસ એ જ ભૂલમાં સદાય હસાયો હું.
છૂટવું છે મોહના બંધનોથી, પણ છૂટી શકાતું નથી,
મોહ-માયા ની જાળમા એવો "સ્વયમ’ભુ’"જકડાયો હું.
અશ્વિન રાઠોડ – (સ્વયમ’ભુ')