ઈચ્છાની ઉડાન ✨
કાગળ સાવ કોરો છે,
એના ઉપર તમે કંઈ પણ લખી શકો છો.
એમ જ આપણા જીવનમાં પણ —
અમે કઈ પણ કરી શકીએ છીએ,
બસ મનમાં એવી ઈચ્છા હોવી જોઈએ.
આકાશ છે આખું વિશાળ,
અને પંખીની પ્રકૃતિ છે ઉડવાની.
તો એ ક્યારેય માપતું નથી આકાશની ઊંચાઈ,
કારણ કે એની અંદર છે ઉડાનની ઈચ્છા!
પણ માણસ શું કરે છે?
જેમ જ બહાર ની દુનિયામાં પગ મૂકે,
તેમ જ કહી બેસે — “આ મારાથી નહીં થાય…”
કારણ કે મનમાં ઈચ્છા જ નથી હોતી.
સમુદ્ર પણ છે વિશાળ — આકાશ જેવો,
પણ જહાજ ચાલક નથી માપતો એની ઊંડાઈ.
ફરક માત્ર વિચારોનો છે —
તરી શકવાની ક્ષમતા તો અનંત છે!
એ વાત તું જાણ અને માન.
છોડી દે દરેક વસ્તુની ગહેરાઈમાં જવાનું,
બસ નવું કરવા સાહસ રાખ,
અને લગાડી દે સમગ્ર ઊર્જા એમાં.
પછી જો —
કેવી રીતે તું આગળ વધે છે,
અને “કઈ કરવાની ઈચ્છા” તને કેટલી પ્રબળ અને મજબૂત બનાવે છે!