વિષય: એક નિષ્કપટ હાસ્ય નું મુલ્ય
શિર્ષક:ક્યાં ખોવાયો એ સ્મિતનો ખજાનો,
પ્રકાર: પદ્ય
શબ્દો:86
ક્યાં ખોવાયો એ સ્મિતનો ખજાનો
એક નિષ્કપટ હાસ્યનું મૂલ્ય ખજાનો.
કાંટા ભરેલી દુનિયામાં, એ હાસ્ય અનમોલ છે,
નિરાશાના અંધારે, એ જ તો અમુલ્ય છે.
એમાં નથી કોઈ પડછાયો ભૂતકાળનો,
બસ વર્તમાનની ખુશી, ને ઈશ્વરનો સહારો.
જ્યારે જીવનની દોડમાં શ્વાસ ખૂટે,
ત્યારે મનની ગાંઠો કોઈથી ન છૂટે.
ત્યારે એક બાળક નું નિર્મળ હાસ્ય,ભૂલાવી દે અસહ્ય દાસ્ય.
કેમ કે બાળકના હાસ્યમાં મોહ માયા નથી,
છે બસ શુદ્ધ હાસ્ય, બીજું કશું નથી.
લાવોને એ નિર્દોષતા પાછી જીવનમાં,
જેથી હરપળ વસે સુખ આપણા બધાના મનમાં.
કે એક નિષ્કપટ હાસ્ય, "સ્વયમ’ભુ" એટલે જ ઈશ્વરનો સાથ છે,
સંસારની સઘળી પીડામાંથી મુક્તિની એ વાત છે.
અશ્વિન રાઠોડ "સ્વયમ'ભુ"