વિષય: સાહિત્ય સમાજનું પ્રતિબિંબ
શિર્ષક: સાહિત્યની સરિતા
પ્રકાર: પદ્ય
શબ્દો: 78
સાહિત્યની સરિતા, વહેતી નિત્ય છે,
સમાજ તણું એમાં જોવાતું પ્રતિબિંબ છે.
દર્પણ જેમ ઝીલે હર એક વાત ને,
સંસ્કૃતિની સઘળી સવાર કે રાત ને.
હર્ષ-શોક, ક્રોધ-પ્રેમ ને વેદનાયું,
જીવનની વણ કહી સઘળી યોજનાયુ.
રીતરિવાજ, રૂઢિઓ ખાલી વાતું,
સાહિત્યના પાને સચવાયું એ સાચું.
હોય જ્યાં અંધકાર, અન્યાયની પીડાઓ,
કવિની કલમ ત્યાં પાડે નવા ચિલાઓ.
નીડર બનીને કરે સત્યનો પ્રચાર,
સમાજને આપે તે સાચો દિશા સંચાર.
સાહિત્ય નથી કેવળ શબ્દોની માયા,
એ તો છે યુગો જુની સચોટ કાયા;
ભૂતકાળ તણા ભેદ ખોલી બતાવે,
ક્યાં છે ખૂબી, ક્યાં છે ખામી એ બતાવે,
સર્જક સાહિત્ય"સ્વયમ'ભુ" એ રાહ બતાવે.
અશ્વિન રાઠોડ "સ્વયમ'ભુ"