જોને બધાં કેટલાં હસે છે તમે પણ હસોને.
હસીને એકમેકમાં વસે છે તમે પણ હસોને.
આ ટેન્શન, અણગમતું તો ચાલ્યા કરવાનું,
સૌ ઉપાધિથી દૂર ખસે છે તમે પણ હસોને.
કાયમનો કકળાટ એ કાંઈ જિંદગી થોડી છે?
સૌ ઇપ્સિત પામવા કસે છે તમે પણ હસોને.
હૈયા ઉકળાટે જીવવું એ તો મરવા સમાન છે,
આનંદ જેની બસ નસે છે તમે પણ હસોને.
એકલપટ્ટા બની જાય છે શિકાર નિરાશાના,
એનું જ મન ખુદને ડસે છે તમે પણ હસોને.
ને કોઈ પુરુષાર્થી મંડી પડે છે ધ્યેય ધારીને,
સફળતા સારુ જાત ઘસે છે તમે પણ હસોને.
- ચૈતન્ય જોષી " દીપક" પોરબંદર.