તમારાં ઝેર જોઈ લીધાં, અમી જોવું નથી હવે.
ઘણું ગુમાવ્યું આજતક, ઝાઝું ખોવું નથી હવે.
વસૂકેલા પશુવત્ છે હૃદય તમારું પડી ગૈ ખબર
મળ્યું એટલું છે મઝાનું, વધારે થોભવું નથી હવે
ઝખ્મ છે ઝાઝા હું ગણાવી નહિ શકું તમને કદી
રહેવા દો મલમપટ્ટી તમે કશુંએ કરવું નથી હવે.
દરેકને દિલનાં દર્દ દેખાડી શકાતાં નથી આખરે,
ક્ષારજળ તમારી રગેરગે કાંઈ કહેવું નથી હવે.
નથી કોઈ ફેર પડવાનો તમારી ગેરહાજરીમાં ,
ખૂટ્યા છે અશ્રુઓ એને નૈનથી વહેવું નથી હવે.
_ ચૈતન્ય જોષી " દીપક" પોરબંદર.