દરેક ક્ષણને ભેગી કરી, નૂતન શક્તિ સર્જી લઈએ,
ભીતરનાં કલેશોને દૂર કરી, દિલથી દિવાળી ઉજવી લઈએ.
વીતેલા વર્ષની નિરાશાને, આશાભરેલા દીપકથી દૂર કરીએ,
શત્રુઓ અનેક સર્જાયા હશે પોતાના ઘમંડથી —
મતભેદ અને મનના દુઃખને પણ સાફ કરી લઈએ.
સૌને મળીયે એવી જ રીતે, જેમ ખુદને આજે મળીયે,
લાભ-શુભના રૂડા સાથિયા કરીએ,
સર્જીએ સુંદર નવજીવન રંગોળી.
માનવતાનું તોરણ લઈ, શ્રદ્ધાની ડેલી ઝુલાવીએ,
મીઠાઈથી પણ મધુર માનવતાનો સંબંધ,
ઉત્સાહના અજવાળે ઉજવી લઈએ.
આજ આંગણે આવી દિવાળી,
ચાલો — ઉત્સવ ઉજવી લઈએ.
હાથ જોડીને પ્રાર્થના કરીએ,
સપનાની રંગોળી બનાવીએ,
એકબીજામાં હળીમળી પ્રેમનો રંગ ભરી દઈએ,
હાલને દિવાળી કરી લઈએ,
પ્રકાશ હંમેશા દીવાની જેમ ફેલાવીએ,
ચાલો ને — સાથે મળીને દીવા પ્રગટાવીએ.