તું બાળક બનાવી દે મને,
સાદગી પાછી આપી દે મને,

હવે થાક્યો દુનિયાના ખેલમાં,
થોડું નિર્દોષપણું આપી દે મને,

સ્વાર્થી બની ખોવાઈ ગયો છું,
નિર્મળ હાસ્ય આપી દે મને,

મારાં જ કર્મો મને કરડે છે,
અંતરમા શાંતિ આપી દે મને,

હું દુનીયા જીતી પણ હાર્યો છું,
તું બાળક બનાવી દે મને.

મનોજ નાવડીયા

#મારીવાત #મારાવિચાર #સારાવિચાર #manojnavadiya #vishvyatri #vishvkhoj #heetkari #manojnavadiyabooks #saravichar #maravichar #marivat #manojnavadiyapoetry #poem #poetry #kavita #universe #nature

Gujarati Poem by મનોજ નાવડીયા : 112002829

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now