બંધાઈ એનાં આલિંગનમાં પૂર્ણ થઈ ગયો,
ધબકાર એના સાંભળી જીવંત થઈ ગયો.
એનાં ભાગનું એ જાણે મારે તો મારી વાત,
વિચારો એના ઘેરી વળે લઈ લે આખી રાત.
ખબર તો મનેય ખરી કિસ્મત થકી એ મળી,
બન્યો હું ભ્રમર ચૂસવા પ્રેમરસ, માસૂમ કળી.
પ્રેમમાં પાગલ ને પાછો હું અધીરો થઈ ગયો,
દોડી, ભળી હું એનામાં, બસ એનો થઈ ગયો.
-ધબકાર...