જો ઠોકર ન લાગે તો માણસ ભાનમાં ન આવે, માટે ઉધેલા વ્યક્તિ ને જગાવવા, તેને ભાનમાં લાવવા, તેની રાહમાં ફુલો નહીં પથ્થર અને ખાબર ચીતડ સાંકડો અને ખરાબ રસ્તો રાખે છે, તું તારા. પ્રીય ભક્તો ને તારા લાયક બનાવવા તું એમને બરાબર એ રીતે ઘસે છે, જેમ હીરાને ચમકાવવા તેને ઘસવામાં આવે..
મને તારા ન્યાય પર સંપૂર્ણ શ્રધ્ધા છે, માટે કોઈજ સંકાને સ્થાન નથી, તારી કસોટીની પ્રથા જેવી હોય મને રાજી ખુશીથી સ્વીકાર છે, તું ભલે આગમાં પકવ કે પાણીમાં ડુબાડ, ખાઈ માં ફેટ કે કુવામાં ઉતાર, ઉપરથી આભ હટાવી દે કે પગ નીચેથી ધરતી હટાવી લે, તું એ રીતે ભીડ કે શ્વાસ લેવામાં તકલીફ થાય , કે એટલી હવામાં ઉડાવ કે પડવાની બીક લાગે..
પણ મને ખબર પડી ગઈ છે ભગવંત કે હું તને પ્રીય છું, માટે મારી ખામીઓ દુર કરવા અને મને ઘડવા માટે આ બધું તું કરે ભગવંત
આભાર તારો મને પસંદ કરવા માટે,
તારી કસોટીની પ્રથા સારી ભલે ન રહી, જેવી છે તેવી મને કબુલ મંજુર છે ભગવંત.