હે માલીક શીવ પીતા..
તું બધાને તારા સમજી કેવીરીતે સમજીને સમભાવ રાખે છે?
તારા માર્ગ પર ચાલી તારૂં અનુકરણ કરવું કેટલું ભારે પડે છે, તને નથી ખબર..
કોઈએ મસ્ત લખ્યું છે..
ગગન વાસી ઘરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો..
જીવન દાતા જીવન કેરો અનુભવ તું કરી તો જો..
કેવી બુધ્ધિ આપી ઈશ્વર તે કાળા માથા ના માનવી ને?
જો લાગણી થી સમજે તો ભાવનાઓ વહેવડાવતા ન થાકે, અને સ્વાર્થથી લે તો તુ તું મેમો ની હદો પાર કરી દે..
સાચો માણસ એટલે નાસીપાસ થઈ જતો હશે ભગવંત..
સાફ રદયના માણસને આમાં ન ખબર પડે.. બચારો ડઘાઈ જાય.
- Hemant pandya