માહ આવ્યો ભાદરવો,ને મોરે કર્યો ટહુકાર,
ગગનમાં ગડગડાટ સાથે, મેઘે કર્યો મલ્હાર,
તૃપ્ત થઈ ધરણી, ને હરખાયો જગત તાત,
ગોકુળિયું ગામ બનાવવા,મેઘે કર્યો મલ્હાર.
ચોતરફ જળરાશિથી, નદીઓ બની ભરપૂર,
હરિત રંગથી રંગવા,આજ મેઘે કર્યો મલ્હાર.
શ્રાવણિયે શિવજી પધારે, ભાદરવે ગજાનન,
આસોમાં આરાધવા આદ્યશક્તિને, મેઘે કર્યો મલ્હાર.
આવ રે વરસાદ ઢેબરીયો વરસાદ,
માનવ મનને મહેકાવવા, મેઘે કર્યો મલ્હાર.
"સાવન"