ઉડતા પક્ષી ને પાંખ કાપે કેમ,
આકાશ તો એની ઓળખ છે.
સમુદ્ર ના વહેણ ને રોકે કેમ,
અપાર ઊંડાઈ એનો શ્વાસ છે.
કુદરત શક્તિનો અનંત સ્ત્રોત્ર છે,
એને બાંધી શકાય તેમ નથી.
જેમાં એ વહેણ જીવતું હોય,
એ આત્માને ઝંઝોળી શકાય તેમ નથી.
જે વહેણને દબાવવા જશો,
એ જ તો તોફાન બની જશે.
જે પાંખોને કાપવા ઈચ્છશો,
એ જ તો નવી ઊંચાઈથી ઉડી જશે.