ચા નો કપ , કલમ અને કિતાબ લઇને બેસુ છુ
ગઝલ લખવા હુ મને પોતાને લઇ ને બેસુ છુ
એક ગામથી બીજે ગામ એટલી આસાનીથી જવાતુ નથી
અનેક વિચારોની આખી બસ લઇને બેસુ છુ
અને સાંભળ ગઝલ તો 3-4 આમ જ લખી દઉ હુ તને
પણ જીવનમાં કેટલાક કપરા પ્રણ લઇને બેસુ છુ
અને સાવ અચાનક આમ જતા રહેવાશે એ ખબર નહોતી
તો પણ હવે જો ને કેટલી ધીરજ રાખીને બેસુ છુ
જીવનની ઘણી ક્સોટીઓમાંથી પસાર થયા પછી
જો ને હવે હુ વગર વાંચ્યે પરીક્ષા આપવા બેસુ છુ