પપ્પા
આંગળી પકડી ચાલતા શીખવ્યું
પડુ ભલે પણ ડર ના લાગે,
જ્યારે સાથે હોય પપ્પા!
ભણાવીને આત્મનિર્ભર બનાવ્યા
હિંમત હોશિયારીથી આગળ
વધતા શીખવે પપ્પા!........
ભલે હોઈએ ગમે તે મોટી પોસ્ટ પર
તોય મુશ્કેલીમાં
માર્ગદર્શક બનતા પપ્પા!..........
જીવનના અનુભવો શીખવી જાય ઝાઝુ
પણ મોટા અનુભવી શિક્ષક
એક પપ્પા...........
વિશાળ વ્યોમને પણ
ભરી લઈએ મુઠ્ઠીમાં
જ્યારે પપ્પા હોય સંગાથે.............
મુશ્કેલીમાં માર્ગ બતાવે પપ્પા
પ્રગતિમાં પથ દર્શક પપ્પા!.….......
"પિતૃદેવો ભવઃ"જય શ્રી કૃષ્ણ