તેણે મને માર્યું
રોજ બનાવે બહાના
ભણવા નહિ જાવુ!
બહાનું જોવે નવું એને
આજે ભણવા નહિ જાવુ!....
રોજ મનાવું એને
પંપાળી,ફોસલાવી ભૂલાવુ એને
તોય યાદ કરી રોવે
બનાવે બહાના તેણે મને માર્યું!....
તેને ગમતું રમકડું લાવ્યુ
મનાવ્યા લાડકા કુંવરને
તોય યાદ કરી રોવે એતો
ભણવા નહિ જાવુ,તેણે મને માર્યું!....
હસ્યા,રમ્યા ને સુતા,ભૂલ્યા વાત
ઊઠ્યા તૈયાર થયા ને યાદ કર્યું
તાણ્યો ભેંકડો ને બનાવે બહાના
ભણવા નહિ જાવુ,તેણે મને માર્યું!...
રડવું હતુ ને ઢાળ મળ્યો
કરે રોજ નવા અટકચાળા એતો
માર નું તો એક બહાનું મળ્યું
ભણવા નહિ જાવુ,તેણે મને માર્યું!...
તેથીજ કહેવાયું કે"બાળહઠ"
પકડે તે મૂકે નહિ............
કેમકે તેણે મને માર્યું!.…....
જય શ્રી કૃષ્ણ:પુષ્પા.એસ.ઠાકોર