સુંદરતા શોધવી હોય તો…
સુંદરતા ચહેરામાં નહીં,
નયનમાં ઝળહળતા રૂપમાં નહીં,
સાચું સૌંદર્ય તો છુપાયેલું છે
માનવતાના સ્વરૂપમાં.
જે હાથ બીજાના દુઃખમાં
આંસુ પોસે છે,
જે હૃદય પરાયાની પીડામાં
સાથે રડે છે,
એજ સૌંદર્ય છે,
જે દુનિયાને પ્રકાશિત કરે છે.
સુંદરતા તો એમાં નથી
કે કોણ કેટલો ચમકે છે,
સુંદરતા તો એમાં છે
કે કોણ બીજાનું જીવન રંગે છે.
ગુલાબની પાંખડી જેવી નાજુક દયા,
શીતળ પવન જેવી કરુણા,
એ જ છે દુનિયાનું સાચું શણગાર,
એ જ છે હૃદયનું ખરેખરનું આભૂષણ.
જો શોધવું જ હોય,
તો એ વ્યક્તિને શોધો,
જેના સ્મિતમાં સંવેદના હોય,
જેના શબ્દોમાં સ્નેહનો રસ હોય.
કારણ કે દુનિયાને સુંદર બનાવે છે
ચહેરાની છબી નહીં,
પણ હૃદયની નિર્મળ દૃષ્ટિ
અને આત્માની શુદ્ધતા.