Gujarati Quote in Blog by Gautam Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઉધમ સિંહ

ડિસેમ્બર ૨૬, ૧૮૯૯ના રોજ પંજાબના
સંગરપુર ખાતે જન્મેલા ઉધમ સિંહ.
પંજાબના અમૃતસરમાં જલિયાંવાલા બાગ
ખાતે એપ્રિલ ૧૩, ૧૯૧૯ના રોજ એકઠી
થયેલી મેદની ૫૨ અંધાધૂંધ ફાયરિંગ
કરાવી સેંકડો નિર્દોષોને રહેંસી નાખવામાં
નિમિત્ત બનનાર અંગ્રેજ જલ્લાદ માઇકલ
ઓ’ડ્વાયરને તેમણે લંડનમાં ગોળીએ
દીધો હતો--અને તે ગુના બદલ બ્રિટિશ
સરકારે તેમની ધરપકડ કરી અદાલતી
કેસ બાદ ફાંસીની સજા સંભળાવી હતી.
૧૯૧૯ના અરસામાં માઇકલ
ઓ’વાયર ભારતમાં પંજાબના
લેફ્ટનન્ટ-ગવર્નર તરીકે નિયુક્ત હતો
અને તેના આદેશ મુજબ બ્રિગેડિઅર-
જનરલ રેજિનાલ્ડ ડાયર નામના નરાધમે
એપ્રિલ ૧૩ના રોજ અમૃતસરના
જલિયાંવાલા બાગમાં સેંકડો સ્ત્રી-પુરુષોને
તેમજ બાળકોને ઠંડે કલેજે વીંધી નાખ્યા
હતા. ગોરી સરકાર સામે આનો બદલો
માઇકલ ઓ’ડ્વાયરને ઠાર મારીને ઉધમ
સિંહે વાળ્યો, પરંતુ તેમના માટે સપરમો
એ દિવસ જલિયાંવાલા હત્યાકાંડના ૨૧
વર્ષ પછી આવ્યો હતો. દરમ્યાન અનેક
મુસીબતોનો અને યાતનાઓનો તેમણે
સામનો કર્યો હતો.
આગળ વાંચો
https://www.facebook.com/share/p/16qpEDWKCG/

Gujarati Blog by Gautam Patel : 111993576
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now