ઈશ્વરની શોધમાં હું આમ તેમ ભટકું છું
દરેક મંદિરમાં જઈને હું તેમને ગોતું છું !
જ્યાં જાઉં છું ત્યાં મને પત્થર મળે છે
ઈશ્વર મળતા નથી હું નિરાશ થઈને પાછું આવું છું !
પણ એક વાત તો હું ભુલી જ ગયો,ઈશ્વર તો મુજમાં છે
હું ગાંડો તેમને ગોતવામાં આખું જગ ફરી વળ્યો !
નરેન્દ્ર પરમાર ✍️