સવાર થાય, દિકરો ઉઠે ને પહેલો સવાલ
મમ્મી, શું નાસ્તો બનાવ્યો ?
ના બ્રશ ના ચા ના નાહવાનું
પણ શું નાસ્તો બનાવ્યો ?
ને આપું જવાબ એને પ્રેમથી
તું જે કહે તે બનાવું.
રોજ નવો નાસ્તો, પણ
હાંડવો ફરી ફરીને આવે.
હતો પાસે તો ગરમ ગરમ ખાતો
પણ છે હવે દૂર,
ને એનો નાસ્તો છૂટ્યો.
એલાર્મ લગાવી ઉઠવા માંડ્યો
જાતે ચા બનાવતો થયો,
ને નાસ્તો કંપનીમાં જે મળે એ ખાતો થયો.
સવાર થાય ને મા નું હૈયું રડે
ક્યારે ફરી દિકરો પાસે આવી કહેશે
મમ્મી, નાસ્તો આપો.