નાં આકાશ તું પસંદ કરે,
નાં ધરતી તારા પથમાં,
જન્મ મળ્યો તો જીવવું પડશે,
કાંટા હોય કે ફૂલ રસ્તામાં.
નાં હાસ્ય તું ખરીદી શકે,
નાં આંસુ તું રોકી શકે,
સમયની નદી વહેતી રહે,
તું કિનારા રોકી શકે?
નાં સૂર્યોદય તારા શબ્દે થાય,
નાં સાંજ તારી વાતે રોકાય,
બધું ચાલે એક અજાણ શક્તિથી,
જેને તું ના ઓળખી શકાય.
જન્મ તો એક ભેટ છે,
મરણ એક પરત આપવાની વેળા,
વચ્ચેનો રસ્તો તારો છે,
જેમાં કર સારા કર્મ અને મેલા.
નાં જન્મ તારી મરજી થી,
નાં મરણ તારા હાથ માં,
પણ કેવી રીતે જીવશો એ તારા,
બાકી બધું છે સમયના સાથમાં... ✍🏻 - મહેશ કે વેગડ