તેણે સપનાને માત્ર જોયા નહીં, જીવી નાખ્યા,
દુઃખના દરિયામાં પણ આશાના દીવા સજી નાખ્યા.
તેણી માટે ક્યારેય સહેલો માર્ગ નહોતો,
પણ હિંમતના પગલાં કદી અટક્યા નહોતો.
તોફાન સામે છાતી તાણીને ઊભી રહી,
દરેક પડકારને હાસ્યથી જીતી રહી.
સફળતા માટે તે નામ નથી માંગતી,
તેના કર્મોથી દુનિયા એનું સ્થાન ગાશે.
તેણી બતાવે છે –
"સ્ત્રી માત્ર સપના નથી, તે સપનાનું સત્ય છે."
-kanvi💫