કે એની આંખ, હાથ, વાત વિશે તો શું કહેવું?!
અને એના ગુલાબી ગાલ વિશે તો શું કહેવું?!
કે એમણે બોલાવેયો હતો, મને જતા જોઈ દૂરથી,
હવે એવી મીઠી અવાજ વિશે તો શું કહેવું?!
કે અમે રાતે બેઠા સાથે જોવા તારા ને ચંદ્ર,
હવે એની સાથે જીવેલી એ રાત વિશે તો શું કહેવું?!
કે એમણે જ્યારે પકડાયો હતો હાથ મારો પ્રેમથી,
હવે તમને એના અહેસાસ વિશે તો શું કહેવું?!
તું ધરમ હવે ભૂલ એને એતો હતું એક સ્વપ્ન,
પણ આખી રાત વીતેલા એ સ્વપ્ન વિશે તો શું કહેવું?!
- ધરમ મહેશ્વરી