પોકારી જો પ્રતિસાદ ન આવે તો કહેજે.
એ ધારી જો પ્રતિસાદ ન આવે તો કહેજે.
શું એને પ્રાર્થના કરવી એને ખબર આપણી,
વિચારી જો પ્રતિસાદ ન આવે તો કહેજે.
ઘટઘટમાં એ વસે છે ન કેવળ મૂર્તિમાં જ,
સઁવારી જો પ્રતિસાદ ન આવે તો કહેજે.
ઈતિહાસ સાક્ષી છે એના પ્રત્યુત્તર તણો,
દાતારી જો પ્રતિસાદ ન આવે તો કહેજે.
એના જેવો કોઈ ન હોઈ શકે ક્યાંય બીજે,
સ્વીકારી જો પ્રતિસાદ ન આવે તો કહેજે.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.