ગઝલ: "જાણી ચુક્યો છું..."
કહે છે બધાં કે હું હવે ભુલકણો બની ગયો છું,
પણ હ્રદયની યાદો ને ભુલતા શીખી ચુક્યો છું.
ઇશ્કમાં હાર્યાની વાતો મેં ઘણી સાંભળી છે,
એટલે હું જીંદગીને વફાદાર રાખી ચુકયો છું.
કે વિશ્વાસ તૂટવો એનું દુઃખ શું હોય છે,
તારા વિશ્વાસને તોડવાની કીમતથી જાણી ચુકયો છું.
કે લાગણીઓની રમત બને કઈ રીતે તોડે છે,
એ તારા જવા પછી થી સમજી ચુકયો છું.
કે એકલાપનની સાંજમાં તે સહારો ન આપ્યો,
માટે હવે કોઈને એકલું ન પાડવું શીખી ચુકયો છું.
હું તો ઈશ્કમાં નિષ્ફળ રહ્યો,એનો કોઈ અફસોસ નથી,
પણ છેતરપિંડી થી બચવાની રીત જાણી ચુક્યો છું.
Writer ✍🏻 Dr Kirtan Chheta