*તણખલાં ભેગા કરી પંખી સમું*
*એક ઘર બનાવ્યું છે...*
*બહારથી સાવ નાનું ,પણ..*
*અંદરથી મોટું રાખ્યું છે.*
*માળિયું, ઓટલો ને ઉંબરો તો,*
*ગામડે જ રહી ગયાં...!!!*
*પાણીયારાની જગ્યાએ એક* *R.O. લગાવ્યું છે...!!!*
*તમે જ કહો આ ત્રીજા માળે*
*ફળિયું ક્યાંથી લાવવું.???*
*એટલે લિવિંગ રૂમમાં,*
*ફળિયાનું એક ચિત્ર ટાંગ્યું છે.!!!*
*એમાં ઓશરી નથી પણ*
*મારો આશરો બની જશે,*
*રસોડાનું કિચન ,ને વાળુનું નામ*
*અહીં ડિનર રાખ્યું છે...!!!*
*બાલ્કની સરસ છે, આવી તો*
*ગામડે પણ નો'તી હોં.!!!*
*હિંડોળાની જગ્યાએ ત્યાં*
*બિન-બેગ મુકાવ્યું છે.!!!*
*હવે જિંદગી આખી જશે*
*સોરી ને થેંક્યું કહેવામાં.!!!*
*"જય શ્રી કૃષ્ણ" ની જગ્યાએ મેં,*
*ગુડ મોર્નિંગ રાખ્યું છે...!!!*
*કેમ કરી છૂટે વળગણ,*
*બાળપણની ગલીઓનું...!!!*
*અંતર મહીં મારું ગામડું*
*મેં અડીખમ જીવાડ્યું છે...!!!*
hardik😇