Gujarati Quote in Motivational by Umakant

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

“સ્ત્રી, સન્માનની વાતો કરે છે, આત્મગૌરવનો ઝંડો ઉપાડીને ફેમિનિસ્ટ બનીને યુધ્ધે ચડે છે. "અમારે ટૂંકા કપડા પહેરવા છે, રાત્રે ફરવું છે, સિગરેટ પીવી છે અને પુરુષોની જેમ અમને પણ બધા અધિકારો જોઈએ છે..." કહીને ક્યાંક સ્ત્રી પોતાનું ગૌરવ ઓછું નથી કરતી ? આપણે શું કામ "કોઈ"જેવા થવું છે ? સરખામણી નહિ, ઈચ્છાથી જે ગમે તે કરવું...
બીજા કરે માટે?...ના!!!
વસ્ત્ર, વાણી,વિચાર અને વર્તન એ સૌનો સમાન અધિકાર છે, પણ દેખાદેખી !?
બિલકુલ સાચી નથી.
પોતાની સલામતી ની જવાબદારી લઈ શકીએ, માણસ ઓળખવાની સમજ હોય તો બધું કરાય પણ, જો એ ના હોય તો પહેલાં પોતાની સલામતી માટે સજ્જ થવું રહ્યું..

કુદરતે સૌને જુદા બનાવ્યા છે, એ અલગપણું, એ અનોખી ભાત, અને જાત જાળવી રાખવામાં જ વધુ આત્મગૌરવ નથી ? જો સાચે જ સ્ત્રી સન્માનની વાત કરવી હોય તો પહેલાં સ્ત્રીએ જ, અન્ય સ્ત્રીને સન્માન આપતા શીખવું પડશે. સ્ત્રીએ જ બીજી સ્ત્રીના સંસારને નષ્ટ નહીં કરવાનું વચન પોતાની જાતને આપવું પડશે. સ્ત્રીએ જ, બીજી સ્ત્રીના મિત્ર-સાથી કે સપોર્ટ બનવું પડશે. આપણે અજાણતાં જ પુરુષો પાસેથી સન્માનની આશા રાખીએ છીએ ને કદાચ એટલે જ આપણને વધુ નિરાશા થાય છે. એક મા જ્યારે પોતાના દીકરાને ઉછેરે ત્યારે એણે સ્ત્રી સન્માન શીખવવાનું છે. એક સાસુ જ્યારે પોતાના પુત્રને પરણાવે ત્યારે એણે સ્ત્રી સન્માન શીખવવાનું છે. એક ભાઈને બહેન સાથે કઈ રીતે વર્તવું એ શીખવવાની ફરજ મા કે દાદીની છે...
પુરુષનો ઉછેર સ્ત્રી કરે છે, જો સ્ત્રી જ પોતાના ઘરમાં ઉછરી રહેલા પુરૂષને સ્ત્રી સન્માન શીખવે, તો બહાર ક્યાંય સન્માન કે આત્મગૌરવનું યુધ્ધ કરવા જવાની ક્યાં જરૂર છે ?”

Gujarati Motivational by Umakant : 111980357
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now