નહિ જોઈએ દરિયા જેટલું વ્હાલ
ઝાકળબિંદુ કે પ્રેમની હળવી છાલક હશે તો ચાલશે ...
નહિ જોઈએ મોહરાપહેરેલા ચહેરાનો આડંબરી આવકાર ,...
બસ ...
નિખાલસ સ્મિત હશે તો ચાલશે ...
નહિ જોઈએ પ્રેમનો દેખાવ
કરતી ભીડ બસ કોઈ એક,
પણ દિલથી હૂંફ આપનારું હશે
તો ચાલશે ...
હવે બધું જ ચાલે છે, મતલબ, સમય અને સંજોગ પ્રમાણે .....
ઈશ્વર ભક્તિ પણ ,
હવે તો ઈશ્વર પણ કહે છે ....
નહિ જોઈએ કલાકોના પૂજાપાઠ ...
બસ એક ક્ષણ હૃદયથી
સ્મરણની હશે તો ચાલશે ....