ક્યાંથી આવે છે આ પવનની દિશા,
કેમ બદલાય છે પલપલમાં આ ફિઝા?
કોઈ સંદેશો છુપાયો છે શું એની પાછળ,
કેમ ડોલાવે છે પાંદડાંઓને બેફિકર આ?
ક્યારેક શીતળ સ્પર્શથી રોમાંચિત કરે,
તો ક્યારેક ધૂળની ડમરી ઉડાડે બેહાલ આ.
વૃક્ષોની ડાળીઓ પર એ કરે છે નૃત્ય,
વાદળોને દોરે આકાશે જાણે ચિત્ર વિચિત્ર આ.
ક્યાંક સુગંધ લઈને આવે બગીચાની,
તો ક્યાંક રણની તપતી રેતીનો ધુમાડો આ.
'
વેદના' સમજે છે એની દરેક હિલચાલને,
જાણે જીવનની ગતિનો જ હોય ઈશારો .
🌹 કલમ મારી પ્રતિસાદ તમારો 🌹