ભારતીય સંગીત 🎶
સંગીતના ક્ષેત્રે ભારતને જે સાંસ્કૃતિક વારસો
મળ્યો તેને દૈવી વરદાન જ ગણવો જોઇએ, છતાં
આપણે તેને જાળવ્યો કેટલો? એક જમાનામાં
શાસ્ત્રીય સંગીતનાં અને લોકસંગીતનાં આશરે
૫૦૦ જાતનાં વાદ્યો આપણે ત્યાં વપરાતાં,
પરંતુ આજે તે પૈકી માત્ર ૭૦ વાદ્યોનું અસ્તિત્વ
રહ્યું છે. નિકંદનનો ક્રમ હજી અટક્યો નથી. સારંગી,
બુલબુલ તરંગ, દિલરૂબા, સૂરબહાર, વિચિત્ર વીણા,
રુવાબ, ઇસરાજ, મહુવર વગેરે કેટલાંય વાદ્યો ભુલાવા
માંડ્યાં છે.
નિકંદનના આરે પહોંચીને બાય
ચાન્સ જીવતદાન પામેલું એક કર્ણપ્રિય
અને પક્ષી જેવું કલરવવંતુ વાજિંત્ર
છે કાશ્મીરનું સંતૂર, જેને પંડિત
શિવકુમાર શર્માએ નામાંકિત બનાવ્યું. સંતૂર
અસલમાં પ્રાચીન ઇરાનનું એટલે કે પર્શિયાનું
વાદ્ય છે. પર્શિયન ભાષામાં તેના નામનો અર્થ
સોવાજિંત્રો (સન્ + તૂર) એવો થાય છે.
નામ સર્વથા યોગ્ય, કેમ કે સંતૂરમાં ૧૦૦ તાર હોય છે.
" અમુક વાજિંત્રોનું અસ્તિત્વ જોખમમાં હોવાનું કારણ એ કે સંગીતના જલસા વખતે તેમને મુખ્ય વાજિંત્ર તરીકે વગાડી શકાતાં નથી. જલસામાં તેમનો સૂર માત્ર સહાયક પ્રકારનો હોય છે. સારંગી.એ જાતનું પૂરક વાજિંત્ર છે, જેની હાજરી પણ જલસામાં હોવી અનિવાર્ય નહિ. પરિણામે સારંગીના દિવસો ગણાવા માંડ્યા છે.
સારંગી કરતાં તદ્દન વિપરિત દૃષ્ટાંત તબલાનું છે. તબલા પણ મુખ્ય વાજિંત્રના સહાયક હોવા છતાં તેમના વગર ચાલતું નથી--અને ‘વાહ, તાજ!’ વાળા ઝાકીર હુસેનના સંગીત જલસામાં તો તબલા પોતે મુખ્ય વાજિંત્ર હોય છે.
દુનિયાના બીજા ભારત સિવાયનાં સૌ દેશોનાં
બધાં વાજિંત્રોની કુલ સંખ્યા ૨૫૦ કરતાં વધારે
નથી, જ્યારે દિલ્લીના રવિન્દ્ર ભવન સંગીત
મ્યૂઝિયમમાં ૬૦૦ જાતનાં ભારતીય વાદ્યો
પ્રદર્શિત કરાયાં છે. ઘણાં ખરાં વાજિંત્રો એવાં છે
કે જેમનું આજે કલાજગતમાં અસ્તિત્વ રહ્યું નથી.
દિલગીરીની વાત એ કે ફેબ્રુઆરી ૧૩, ૧૯૬૪ના
રોજ ખુલ્લા મૂકાયેલા તે અનોખા મ્યૂઝિયમના અસ્તિત્વ વિશે આજે ૬૦ વર્ષ પછીયે ઘણા લોકોને જાણ ય નથી.
https://www.facebook.com/share/p/15MWKEsRPZ/