આજની *હાઈ-ફાઈ* અને *વાઈ-ફાઈ જનરેશન* ને શું ખબર કે અમારા જમાનામાં પણ કેવી જાતની *કોમ્પ્યુટર ટેકનોલોજી* ઓ હતી !
👇👇🤓🤓🤠🤠
બાપાની બે ધોલ પડે અથવા નિશાળમાં માસ્તર કાન આમળે કે તરત જ અમારી આખી *‘સિસ્ટમ રિ-સ્ટાર્ટ’* થઈ જતી હતી !
🙈🥳🥳🥳
ઘરકામ ના કર્યું હોય ત્યારે ઊંધુ ઘાલીને બીજાની નોટમાંથી ધડાધડ ઉતારો કરી લેતા હતા તે અમારું *‘ફ્રી ડાઉનલોડ’* હતું !
🤠🤠
લખોટી, ગિલ્લી-ડંડા, કુકરીઓ, બોલ, બેટ, પત્તાં, ભમરડાં… આ બધાં અમારાં *‘ગેમિંગ એપ’* હતાં !
😆😆
લગ્નોમાં દાળ પીરસવાનો ચાન્સ, રિસેસમાં નોટબુક આપવાની તક, અને છોકરીની સાયકલમાંથી હવા નીકળી ગઈ હોય ત્યારે હવા ભરી આપવાનો મોકો… આ બધાં *‘ડેટિંગ એપ’* હતાં !
🌹😼🌹😼
અને સ્કુલ છૂટ્યા પછી પાછળની કમ્પાઉન્ડ વોલ, લગ્નમાં વાડીનો પાછળનો ભાગ, બજારમાં બરફના ગોળાની લારી અને સસ્તી રેસ્ટોન્ટનો ફેમિલી રૂમ… આ બધા અમારા *‘ચેટિંગ રૂમ’* હતા !
🥰🥰😍😍
વિવિધ ભારતી, રેડિયો સિલોન, ઓલ ઇન્ડિયા રેડિયોની ઉર્દૂ સર્વિસ… આ બધાં અમારા *‘ઓનલાઈન લાઈવ મ્યુઝિક એપ’* હતાં !
📻📻🎼🎼
અને ૨૦-૨૫ રૂપિયાની ઓડિયો કેસેટોમાં જે પસંદગીના ગાયનોનું રેકોર્ડિંગ કરાવીને રાખતા એ અમારી *‘મ્યુઝિક ફાઈલો’* હતી !
🪗🎺🪗🎷🎧🥁
હીરો-હિરોઈનોના ફોટા, પિકચરની રંગની ફ્રેમો, લખોટીઓ, બિલ્લા… આ બધી અમારી *‘કેશ-લેસ કરન્સી’* હતી !
🤩🤓😎
જે છોકરો આપણી ફેવરીટ છોકરી ક્યાં રહે છે, બાપા શું કરે છે, ઘરમાં છોકરી એકલી ક્યારે હોય છે, ફોન નંબર શું છે.. આ બધું શોધી લાવે તે અમારું *‘ગુગલ સર્ચ એન્જિન’* હતું ! બોલો.
🤣😄🤣
મારફાડ રીતે ચોર-પોલીસ રમતા હતા તે અમારી *‘પબ્જી’ ગેમ* હતી અને ગબ્બીમાં લખોટીઓ રગડાવતા હતા તે અમારી *‘કેન્ડી ક્રશ’ ગેમ* હતી !
🤠🤠😃😃🤪🤪
અને ફાઈનલી... ફ્રી પિરિયડમાં કે શાળાના પ્રવાસમાં જે અંતકડી રમતા હતા તે અમારું *‘ઇન્ડિયન આઈડોલ’* હતું...
અને નિશાળના વિચિત્ર માસ્તરો અને માસ્તરાણીઓ અમારું *‘કોમેડી સરકસ’ !👍💯🙏*