કવિતા
એકલાં જ આવ્યા મનવા..
એકલાં જવાના,
સાથી વિના.. સંગી વિના..
એકલાં જવાના...
આપણે એકલાં ને કિરતાર એકલો,
એકલાં જીવોને તારો આધાર એકલો,
એકલાં રહીએ ભલે, વેદના સહીએ ભલે..
એકલાં રહીને બેલી થાઓ રે બધાંના..
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના,...
કાળજાની કેડીએ કાયા ના સાથ દે,
કાળી કાળી રાતડીએ છાયા ના સાથ દે..
કાયા ના સાથ દે ભલે, છાયા ના સાથ દે ભલે,
પોતાના જ પંથે પોતાના વિનાના,
સાથી વિના, સંગી વિના, એકલાં જવાના....
કવિશ્રી~ બરકત વિરાણી ‘બેફામ’
English version :
O man We came alone ..
To go alone,
Without a companion.. Without a companion..
To go alone..
We are alone and sing alone,
You are the only support for the living beings,
Eveen if we remain alone, even if we suffer pain.
Being alone, be the beauty of all..
Without a companion, without a companion, going alone,....
The path of the heart does not support the body,
On the dark night, the shadow does not support..
Even if the body does not support, even if the shadow does not support,
Without oneself in one's own path,
Without a companion, without a companion, going alone...
Poet Barkat Virani
Translated by B.V. RAOL