Gujarati Quote in Poem by Dr. Bhairavsinh Raol

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારે પણ એકવાર રીટર્ન ફાઈલ કરવું છે (કાવ્ય)

કશું સંતાડવું નથી,
જેટલો હોય એટલો બધો ટેક્સ ભરવો છે.
દોસ્ત, ગયા વર્ષની મારી ઈન્કમમાં
મારે તમને જાહેર કરવો છે.

તમારી કંપની લક્ઝરી છે.
એના પર લક્ઝરી ટેક્સ ચોક્કસ લાગશે.
તમે મારા છો એની સાબિતી રુપે,
આ લોકો કેટલા ડોક્યુમેન્ટ્સ માંગશે ?

ખિસ્સાઓ સાવ ખાલી હોય અને
છતાં કોઈની જાહોજલાલી હોય.
આવો ભાગ્યે જ કોઈ અપવાદ મળશે.
તમારી ભાઈબંધી બહુ મોંઘી છે યાર.
એના પર લોન લઈ લઉં તો
એનું વ્યાજ મને ટેક્સમાંથી બાદ મળશે ?

તમારી હાજરી બહુ Obvious છે યાર.
તમારા કારણે કેટલાયની નજરોમાં આવું છું.
એક તમારા નામને કારણે,
હું ૩૦ %ના સ્લેબમાં આવું છું.

તમે આપેલી મોંઘીદાટ ક્ષણો
હવે ચોપડે ચડાવવી છે,
જિંદગી પાસેથી
તમારા નામની એક રસીદ ફડાવવી છે.

તમારા માટેનો સમય
જો હું બીજા કોઈને ન આપું,
તો એને કરચોરી કહેવાય ?
મારું ચાલે તો તમને ગજવામાં સંતાડી દઉં.
પણ તમેજ કહો, સરકારને થોડું સોરી કહેવાય ?

તમારી હાજરીના માનમાં,
જીવતરના દુઃખ સામે જોઈને
થોડું સ્માઈલ કરવું છે.
દોસ્ત, મિલ્કતના નામે જો તમે હો ને
તો મારે પણ એકવાર રીટર્ન ફાઈલ કરવું છે.

- ડૉ. નિમિત્ત ઓઝા

Gujarati Poem by Dr. Bhairavsinh Raol : 111973153
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now