"મળે જો મને એક મોકો તો હું પણ ફરતો થઇ જવું એ મારી શાળામાં,
ક્યારેક કોઈના નામ પાડતો, તો કોઈનો નાસ્તો ખાતો,હું ફરી જોડાઈ જવું એ મારી શાળામાં,
મધ્યાહન ભોજનમાં હું થાળી લઈને પહોંચતો તીખીતમતમતી દાળઢોકળી ખાવા,
કારણ એ જ કે મારી માં એ બનાવ્યું હોય કારેલાનું શાક બપોરના જમણમાં,
સાંજે હું જૂનું ટાયર લઈને ફરતો આખા ગામમાં,
અને ધમાચકડી કરીને પજવતો હું લોકોને એમના કામમાં,
આગળ હું અને પાછળ આખું ગામ દોડતું મને ફટકારવા,
અને હું છુપાઈ જતો હું મારી માતાના ખોળામાં."